30 C
Ahmedabad
Thursday, September 3, 2026

મોરબીની ઘટના બાદ તંત્ર જાગ્યું: સુરેન્દ્રનગરના થાન-વગડીયાનો જર્જરિત પુલ લોકોના અવરજવર માટે બંધ કરવામાં આવ્યો, પાકુ ડાયવર્ઝન આપવાની માગ


સુરેન્દ્રનગર28 મિનિટ પહેલા

કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ-વગડીયા રોડ પર આવેલો પુલ અતિ જર્જરીત થઇ ગયો હતો. પરંતુ અહીં તંત્રએ થીગડાં મારી અને નીચે પીલર મુકી સંતોષ માન્યો હતો. અહીં અનેક ભારે વાહન નિકળતા હોવાથી અકસ્માતના ભય સેવાતો હતો. ત્યારે હાલ પુલ બંધ કરાયો છે, પરંતુ કાચા ડાઇવર્ઝનને લઇ વાહન ચાલક પરેશાન થઇ રહ્યાં છે.

મોરબીની પુલ દુર્ધટના બાદ તંત્ર હવે જર્જરીત પુલો પરથી વાહન પસાર થવાનું બંધ કરાવવામાં આવી રહ્યુ છે. ત્યારે થાનગઢ-વગડીયા રોડ પર એક પુલ આવેલો છે. જ્યાંથી થાનગઢથી ખાખરાળી, રાવરાણી, ચાંદરેલીયા, ચોરવીરા, ખાખરાળા, વગડીયા, મુળી, સુરેન્દ્રનગર જવાનો એક માત્ર પુલ છે. પરંતુ ત્રણ માસથી વધુ સમયથી બિસ્માર જર્જરીત બની ગયો હતો. અહીં તંત્રે થીગડા મારી અને નીચે પીલર બનાવી કામ કર્યાનો સંતોષ માની લીધાનું સામે આવ્યું હતુ. હાલ આ પુલ લોકોની અવર જવર માટે બંધ કરાયો છે. પણ કાચા ડાઇવર્ઝનથી સમસ્યા જેમની તેમ જ રહ્યાનો ઘાટ સર્જાયો છે.

આ અંગે પાંચાલ સીરામીકેશન પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, શાંતિલાલ પટેલ, પ્રભુદાસ પ્રજાપતિ, દિનુભાઈ ભગતે જણાવ્યું કે, આ પુલ થાનને સુરેન્દ્રનગર, મૂળી અને 25થી પણ વધારે ગામડાને જોડે છે. ઘણા સમયથી ખરાબ થઈ ગયો હતો. અનેક વખત રજૂઆત કરવામાં આવતાં નીચેની સાઈડમાં 2 ટેકા મારીને લાકડાનો સપોર્ટ મૂકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

વિડીયો

- Advertisement -

2

error: Content is protected !!