
આજે મારી વ્હાલી મમ્મી સ્વ ભાનુબહેન રમણલાલ દેસાઈની ૯૩મી જન્મજયંતી છે. (૨૦૧૮મા એમનું અવસાન થયું હતું) ૨૦૦૯ની સાલ એટલે કે આજથી ૧૭ વર્ષ પહેલા મલાડના નગરસેવક ડોક્ટર રામ બારોટ અને પત્રકાર ધર્મેશ ભટ્ટે મારી બાની ઈચ્છા પુસ્તક પ્રગટ કરવાનુ નક્કી કર્યું. આ પુસ્તકમાં કથાકાર આદરણીય રમેશભાઈ ઓઝા, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી, કથાકાર ભુપેન્દ્રભાઈ પંડ્યા, કાંતિ ભટ્ટ, કવિ ઉસનશ, જૈન વિદ્વાન નમ્રમુની મહારાજ સાહેબ, નાટય લેખક પ્રવીણ સોલંકી સહિત જાણીતા પત્રકાર, કવિ, સાહિત્યકાર, સંતો અને ઉદ્યોગપતિઓએ પોતપોતાની માતાની ઈચ્છા વિશે લખ્યું હતું.
આ પુસ્તકનો વિષય અદભુત હતો કે આપણી બાની શું ઈચ્છા હોય ? (આપણે માતાને ખૂબ વહાલ કરીએ… એની બધી જરૂરિયાતો પૂરી કરીએ…)પણ આપણે સંતાનો એ વિશે જલ્દી વિચારતા નથી. મારી માતાની આજે ૩૦ સપ્ટેમ્બરે જન્મદિન છે ત્યારે આ લેખ મૂકવાનો એક જ હેતુ કે જો તમારા માતા કે પિતા હયાત હોય તો એમને પૂછી શકાય તમારી ઈચ્છા શું ? તમને જરૂર કંઈક નવું જાણવા મળશે… શક્ય હોય તો અમને પણ જણાવજો… અસ્તુ
