30 C
Ahmedabad
Thursday, September 3, 2026

તમારૂ હાસ્ય (સ્માઈલ) જ તમારી ઓળખ છે…


પશ્ચિમના એક ફિલોસોફરે કહ્યું છે કે તમારૂ હાસ્ય (સ્માઈલ) જ તમારી ઓળખ છે… મતલબ તમારી સ્માઈલ એ તમારી પર્સનાલીટી માટે ખૂબ મહત્વ ધરાવે છે. કદાચ એટલે જ જાણીતા સેલિબ્રિટી, ફિલ્મ કલાકારોથી લઈને રાજકારણીઓ તેમજ અમુક સંતો પણ સમયે સમયે દાંતની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. અલબત્ત હવે તો આમ આદમી પણ પાછળ નથી. ખાસ તો ડેન્ટલ ક્ષેત્રે નવી નવી શોધ સતત થતી રહે છે.પરિણામે જાત જાતની ટ્રીટમેન્ટ પણ થતી રહે છે.
ગયા અઠવાડિયે કાંદીવલી એસ.વી.રોડ પાસે આનંદવન આશ્રમ સામે આવેલા હિરજી હેરિટેજ બિલ્ડીંગમાં ડોક્ટર ચૈતાલી પટેલને મળવાનું થયું. ડો . ચૈતાલી એ ઓર્થોડોન્ટીસ્ટ(orthodontist )ડોક્ટર છે.
ઓર્થોડેન્ટીક એ દાંત અને જડબાંની ગોઠવણી સંબંધી દંત ચિકિત્સાની એક શાખા છે.એમાં વાંકા-ચૂકા દાંત, આગળ -પાછળ દાંત, ખોટી Bite (કાપવાની ગોઠવણી) મતલબ જડબાં આગળ પાછળ હોય તો એની અસમાનતામાં સુધારો લાવે છે. જેના માટે સ્ટીલનું બ્રેસીસ અથવા સિરામીક કે એલાઇનર પહેરવું પડે. જેને લઇને તમારું સ્મિત સુંદર બને. દાંત સાફ કરવામાં, જમવામાં અને બોલવામાં સરળતા રહે. ટૂંકમાં બાઈટ (Bite)ઠીક થઈ જાય. મતલબ અસમાન જડબાંની સમસ્યામાંથી છુટકારો થાય.


વિશ્વાસ ન્યૂઝ ઇન્ડિયા સાથે વાત કરતા ડોક્ટર ચૈતાલી કહે, છ વર્ષની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકો વર્ષો જૂના વાંકા-ચૂકા દાંત કે જડબાની અસમાનતા દૂર કરી શકે છે. અમુક નાના બાળકોમાં અંગૂઠો ચૂસવાની આદત હોય છે. કેટલાક અપવાદરૂપ કિસ્સામાં મોટી ઉંમરે પણ આ આદત યથાવત રહી જતી હોય છે. ડોક્ટર ચૈતાલી કહે, જડબાં આગળ-પાછળ હોય જેના કારણે ક્યારેક તાળવું સાંકડું હોય. પરિણામે શ્વાસનળી સાંકડી છતાં હવાની અવર-જવર ઓછી થાય. આવા બાળકો શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે ઊંઘમાં નાકની જગ્યાએ મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેતા રહે છે. જેને લઇને જડબા, દાંતની સમસ્યા થાય છે. આ આદત પડી હોય એવા લોકો માટે પણ આ સારવાર ખૂબ મદદરૂપ છે.
ડોક્ટર ચૈતાલીના પિતા ડો. સોલંકી એ કાંદીવલીના જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે. જ્યારે સસરા ડો.મનુભાઈ પટેલ જેઓ ડો.એમ એમ પટેલ તરીકે પરાં વિસ્તારના લોકપ્રિય જનરલ ફિઝિશિયન અને સમાજસેવક છે. પતિ ડોક્ટર મિતુલ પીડીયાટ્રીશન છે.
ડોક્ટર ચૈતાલીના મમ્મી સ્વર્ગસ્થ ડો. નિર્મલાબેન સોલંકી પણ ઓર્થોડોન્ટીસ્ટ હતા. એમના ડોક્ટર મમ્મીએ વર્ષો પહેલા અલાઈન (aline)ઓર્થોડોટિક સેન્ટર નામથી ક્લિનિક શરૂ કર્યું હતું. પુત્રી ડોક્ટર ચૈતાલી પણ એ જ સ્થળે એ જ નામથી પોતાની મમ્મીની જેમ ઓર્થોડોન્ટીસ્ટ ડોક્ટર તરીકે સફળતાપૂર્વક ક્લિનિક ચલાવે છે. મતલબ ડોક્ટર પુત્રીએ પોતાની ડોક્ટર માતાનો દંત ચિકિત્સાનો વારસો આગળ ધપાવ્યો એમ કહી શકાય.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

વિડીયો

- Advertisement -

2

error: Content is protected !!