Home Advertise with us માર્ગદર્શન: ભાવનગરના શિશુવિહાર ખાતે મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમ બાલ ઉછેર વિશે તાલીમ કાર્યક્રમ યોજાયો

માર્ગદર્શન: ભાવનગરના શિશુવિહાર ખાતે મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમ બાલ ઉછેર વિશે તાલીમ કાર્યક્રમ યોજાયો

0
માર્ગદર્શન: ભાવનગરના શિશુવિહાર ખાતે મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમ બાલ ઉછેર વિશે તાલીમ કાર્યક્રમ યોજાયો

ભાવનગર35 મિનિટ પહેલા

કૉપી લિંક

મોંઘીબેન બધેકા બાલમંદિર શિશુવિહારના ઉપક્રમે જાગ્રત વાલી પ્રવૃત્તિ અંતર્ગત દિવાળીના વેકેશન દરમિયાન વાલીઓ માટે 1 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી બાલ ઉછેર વિશે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

પ્રત્યક્ષ અને પરોક્ષ કાર્યથી પ્રશિક્ષિત થયાશિશુવિહાર ક્રીડાંગણ અને બાલમંદિરના વાલીઓ માટેના આ કાર્યક્રમમાં 39 વાલીઓ તેમજ બાળકોએ ભાગ લીધો હતો અને પપેટ્સનો ઉપયોગ, બાળનાટક, બાળવાર્તા, ક્રાફટ તેમજ બાળ અભિનયગીત વિષયને લગતા કાર્યક્રમો દ્વારા સ્વસ્થ બાળ ઉછેરમાં મા-બાપની ભૂમિકા વિશે પ્રત્યક્ષ અને પરોક્ષ કાર્યથી પ્રશિક્ષિત થયા હતા.

શિબિરના અંતે વાલીઓને પુરસ્કૃત કરાયાઆ પ્રસંગે પ્રવીણાબેન બારભાયા, ધૈર્યભાઇ વ્યાસ, ધૃતિબેન વ્યાસ, પ્રીતિબેન ભટ્ટ તેમજ કમલાબેન બોરીચાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ શિબિરના અંતે વાલીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, તેમજ નિયમિત રીતે અપાતા પોષક આહારને સાંકળી બાળકો સાથે રહી કરવામાં આવ્યું હતું . કાર્યક્રમનું સંકલન પ્રીતિબેન ભટ્ટે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here