
સદીઓથી આ પ્રશ્નનો જવાબ માનવજાત મેળવવા મથે છે. પણ માણસે માણસે એના ભિન્ન ભિન્ન જવાબ છે. પ્રારબ્ધના સહારે બેસીને જ બધું મેળવી શકાય કે દિવસ-રાત મહેનત કરીને જિંદગીમાં જે ઇચ્છો એ પ્રાપ્ત કરી શકો. અહીંથી જ વાદ-વિવાદ પણ થતા રહે છે. કોઈ વહેલી સવારે ઘરે ઘરે ફરીને અખબાર વેચે છે… ભારતનો ખેડૂત પેઢીઓથી ખેતરમાં કાળી મજૂરી કરે છે… રિક્ષાવાળા, ફેરિયાઓ, કબાડીવાળા,બિલ્ડીંગ કે રોડ રસ્તો બનાવનારા મજૂરો… મહેનત કરે છે પણ ભાગ્યે જ કોઈ પૈસાવાળો કરોડપતિ-અબજોપતિ થયો હશે…પ્રારભધ મોટો કે પુરુષાર્થ ….એની સામે અમુક ભણેલા ગણેલા કે થોડી ઘણી સારી આર્થિક સ્થિતિ કે બુદ્ધિમાન માણસો થોડી ઘણી મહેનત કરે અને રાતોરાત એમના નસીબ ખુલી જતા હોય છે. આવું શાને થાય છે ? દિવસ-રાત મહેનત કરનારા નસીબને દોષ છે અને રાતોરાત શ્રીમંત, પૈસાપાત્ર બની જનારા બુદ્ધિ અને પ્રારબ્ધને કે પાછલા કર્મોના પુણ્યને કારણ તરીકે જણાવતા હોય છે.